Breaking News

કાલે નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારો સાથે 5મી બેઠક. લોકડાઉન વધવાના સંકેત

 

દેશ માં કોરોના વાઇરસ નો કહેર વધતો જાય છે. કોરોના ના કેસ પણ વધતા જાય છે. સામે મૃત્યુદર પણ એટલો જ વધતો જાય છે. હાલમાં કેન્દ્ર સરકાર અને ભારત સરકાર મોટી ચિંતા માં મુકાઇ ગયા છે. હાલમાં ભારત માં 3જુ લોકડાઉન ચાલી રહ્યું છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત રાજ્ય સરકારો સાથે બેઠક યોજીને સ્થિતિની ચર્ચા કરી રહ્યા છે.

કોરોના વાઇરસના વધતા સંક્રમણ ને કારણે સરકારે 2 વખત લોકડાઉન વધાર્યું છે અને આ લોકડાઉન નું 3જુ ચરણ ચાલી રહ્યું છે. આ વચ્ચે મજૂર અને ગરીબ વર્ગની ચિંતા છે કે શું 17 મે પછી પણ લોકડાઉન વધારાશે. શું 17 મે પછી 4થુ લોકડાઉન આવશે.

હવે આગળની રણનીતિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ થી રાજ્ય સરકારો સાથે કાલે 11 મે ના બપોરે 3 વાગે બેઠક યોજાશે. આ તેમની 5મી બેઠક હશે. આ માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ટવીટર પર શેર કરી હતી. આ બેઠકમાં કોરોના વાઇરસ ને લગતા તમામ પાસાઓ ની ચર્ચા કરવામાં આવશે. મનાઈ રહ્યું છે કે આ બેઠક બાદ જ ખબર પડશે કે હજુ લોકડાઉન વધશે કે બધુ પહેલા જેવુ થઈ જશે.

બેઠક માં અર્થતંત્ર કઈ રીતે દોડતું કરવું તે પણ ચર્ચવામાં આવશે. આ પહેલા શનિવારે કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ બે બેઠકો આયોજિત કરી હતી અને તેમાં 17 મે પછી ક્યાં ક્યાં ક્ષેત્રો ખોલવામાં આવી શકે છે તેના પર ચર્ચા કરી હતી. એક બાજુ કેટલોક રાજ્ય સરકારો લોકડાઉન ને હજુ વધારવાના મુડ માં છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધન એ કહ્યું કે આ લોકડાઉન આગળ વધશે કે નહીં તે કેટલીક બાબતોને ધ્યાન રાખીને નક્કી કરવામાં આવશે. આમ સ્વાસ્થ્ય મંત્રાલય, ઉપરાંત કેટલીક સરકારી સંસ્થાઓ જેવી કે એમ્સ અને ICMR એ પણ 17 મે પછી લોકડાઉન વધે તેવા સંકેત આપ્યા હતા. આ સંસ્થાઓનું કહેવું છે કે લોકડાઉનમાં છૂટ આપવી એ ક્રૂર હત્યા કહેવાય.

આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ થી રાજ્ય સરકારો અને કેટલાક વિશેષ્જ્ઞો સાથે વાતચીત કરીને બધા રાજયોની સ્થિતિની ચર્ચા કરીને 17 મે બાદ ના નિર્ણયો લેવાશે.


No comments