Breaking News

હવે તમે WhatsApp દ્વારા પૈસા પણ મોકલી શકશો

હાલમાં ભારત માં લગભગ 300 મિલિયન જેવા વોટ્સએપ યુઝર્સ છે. વોટ્સએપ કઈ ને કઈ નવી અપડેટ લઈને આવતું હોય છે અને તે અપડેટ બધા યુઝર્સને પણ ગમે છે. બધા યુઝર્સ નવી અપડેટ આવે તેની રાહ જોતાં હોય છે. આવી જ એક અપડેટ “Whatsapp Pay”  ની બધા યુઝર્સ ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યું છે. વોટ્સએપ દ્વારા ભારત માં અપડેટ લોન્ચ કરવા માટે આ પેમેન્ટ સર્વિસ ના ટ્રાયલ 2018 થી જ ચાલુ થઈ ગયા છે. પરંતુ તેમાં કઈ ને કઈ વિઘ્ન આવી જાય છે. પરંતુ હવે બધા યુઝર્સનો ઇંતજાર ખત્મ થઈ જશે એવા એક રિપોર્ટ આવ્યા છે. આ રિપોર્ટ મુજબ ભારત માં “Whatsapp Pay” ને NPCI દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ મહિના ના અંત માં બધા વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર આવી શકે છે. પરંતુ કંપની દ્વારા કોઈ સચોટ ઘોષણા હજુ થઈ નથી.

વોટ્સએપ ની ઘણી બેન્કો સાથે ઇંટિગ્રેશનની પ્રક્રિયા ચાલુ હોવાથી આ અડચણ આવી રહી છે. Whatsapp Pay માં Axis Bank, HDFC Bank, ICICI Bank અને SBI જેવી બેન્કો ની ઇંટિગ્રેશન પ્રક્રિયા ચાલુ છે. સાથે કેટલીક બેન્કો નું કહેવું છે કે તે ભારતમાં Whatsapp Pay લોન્ચ કર્યા બાદ જોડાઈ શકે છે. તેમાં SBI જેવી વિશાળ નેટવર્ક ધરાવતી બેન્ક પણ લોન્ચ થયા બાદ જોડાશે એવું એક રિપોર્ટ અનુસાર કહેવું છે.

વોટ્સએપ ને Whatsapp Pay ફીચર્સ લોન્ચ કરવા માટે કેટલાક લાઈવ ચરણોનું પાલન કરવું પડે છે પરંતુ Whatsapp Pay બીટા વર્જન માં છે તેથી તેમણે ઘણા વિઘ્ન નડે છેઅને લોન્ચ કરવામાં સમય લાગે છે. પહેલા ચરણ માં NPCI  દ્વારા ફક્ત Axis Bank, HDFC Bank, ICICI Bank ની સાથે આ એપને મંજૂરી અપાઈ છે. ત્યારબાદ ના ચરણમાં SBI જેવી બેન્ક ઉપલબ્ધ થશે. હાલ માં SBI જેવી વિશાળ નેટવર્ક ધરાવતી બેન્ક પહેલા ચરણ માટે તૈયાર નથી.

આમ ભારત માં “Whatsapp Pay” ને NPCI દ્વારા મંજૂરી મળી ગઈ છે પરંતુ આવી કેટલીક અડચણો હોવાથી આ Whatsapp Pay ફીચર્સ કેટલાક લાઈવ અલગ અલગ ચરણોમાં લોન્ચ થશે.


No comments