Unacademy એપ માંથી 2 કરોડ યુઝર્સ નો લોગીન ડેટા થયો ચોરી
આ મહામારી માં મોટા ભાગના વિધ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં પ્રતિસ્પર્ધીઓ Zoom અને Unacademy જેવી એપ નો વાંચન અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ઉપયોગ કરતાં હોય છે. Lockdown ને કારણે હાલમાં ઇન્ટરનેટ અને ડિજિટલ કોમ્યુનિકેશન નો ઉપયોગ વધ્યો છે. તેને કારણે હેકર્સ વધ્યા છે અને મહામારીના સમય માં સાઇબર ક્રાઇમ ના કિસ્સાઓએ જોર પકડ્યું છે. બધા યુજર્સના અકાઉંટ હેક થાય રહ્યા છે અને ડેટા વેચાય રહ્યા છે. થોડા સમય પેલા આવો જ કિસ્સો લોકપ્રિય વિડીયો કોલિંગ એપ Zoom એપ્લિકેશન નો સામે આવ્યો હતો. Zoom ના 50 લાખ યુજર્સના લૉગ ઇન ડેટા 15 પૈસા જેવી સસ્તી કિમતે વેચાઈ રહ્યા છે તેવું બહાર આવ્યું હતું. હાલમાં જ બીજી એક આવી જ ઘટના સામે આવી છે.

IAS, IPS, IFS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી ઇ-લર્નિંગ એપ Unacademy માં પણ સાઇબર હુમલો થયો છે એવો મામલો સામે આવ્યો છે. આ જાણકારી સાઇબર સિક્યુરિટી ઇંટેલિજન્સ ફર્મ Cyble દ્વારા શેર કરાઇ છે. આ સાઇબર હુમલાને કારણે 2 કરોડ યુજર્સના અકાઉંટ લીક થયા છે એવું સામે આવ્યું છે. આ ડેટા Dark Web ને વહેચી દેવામાં આવ્યો છે. આ Dark Web ને કોઈ સર્ચ એન્જિન માં સામેલ કરવામાં આવ્યું નથી.
આ ઘટના સાથે Unacademy એપ પણ સહમત થઈ છે અને તેમણે કહ્યું કે લગભગ 1.1 કરોડ(11 મિલિયન) યુજર્સનો ડેટા લીક થયો છે. સાથે ઉમેર્યું હતું કે કોઈ મહત્વનો અને સેન્સેટીવ ડેટા અને જાણકારી બહાર લીક થયેલ નથી.
Unacademy એપ કંપનીનો દાવો છે કે OTP આધારિત લૉગ ઇન હોવાથી એક પ્રકારની સુરક્ષા રહે છે. વધારામાં કંપની PBKDF અલ્ગોરિધમ SHA256 હૈશ ની સાથે ઉપયોગ કરે છે. તેને કારણે યુજર્સનો પાસવર્ડ ક્રેક કરવો સહેલો નથી.
No comments